Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

By Arpit Chhaya

● બરોડા કેમ ?? ● 

અર્પિત, અચાનક બરોડા શિફ્ટ થઈ ગયો ?? કેમ ?? ક્યાં? શું કામ? 
બરોડા મા શું કરીશ ?? તો ટી પોસ્ટ ?? ચા જ વેચીશ કે કાઇં બીજું ?? તે ૧૦ વર્ષ મહેનત કરીને એક બ્રાન્ડ બનાવી અને હવે કમાવાનો અને બ્રાન્ડની મજા લેવાનો સમય આવ્યો ત્યારે કેમ અચાનક બરોડા આવી ગયો ?? તું દોદુ છો ?? 

ઉપરના પ્રશ્ર્ન પુછતાં ખુબ બધા શુભેચ્છકોના ફોન અને મેસેજ આવ્યા,  ઘણા મિત્ર પ્રેમ અને સંબંધના કારણે ડાયરેકટ પુછવું ટાળ્યું, તો મોટા ભાગના લોકોએ એમ વિચાર્યું , કે અર્પિત માય જાય, એની ટેવ પ્રમાણે ફેસબુકમાં કથા કરશે જ ત્યારે વાંચી લેશુ, આમ પણ એમા આપણે શું ??? ( #તું_ચા_મુક ) 

મિત્રો - શુભેચ્છકો.. 

મેં અગાઉ ની મારી પોસ્ટમાં મારા પપ્પા ની બગડતી તબિયત વિશે લખેલુ , કે એમને PSP નામનો અસાધ્ય રોગ છે જેમા મગજનાં કોષો સૂકાઇ જવાને કારણે શરીર સંતુલન ગુમાવે અને 
અંગો ધીમે ધીમે કામ કરતા અટકી પડે... હવે., એ તબિયત થોડી વઘુ ખરાબ થઈ હોઇ જાતે પોતાનું કાર્ય કરી શકતા ન હોઇ સવાર ની પ્રાત: ક્રિયા થી લઈ સુવડાવવા બેસાડવા માટે સતત કોઇ પુરુષ ની હાજરીની જરૂર છે., ટી પોસ્ટમાં નવી દુકાનો ખોલવાની મારી જવાબદારીના ભાગ રૂપે મારે મહીને 7000 થી 10000 કીમી નો પ્રવાસ રોડ માર્ગ થી કરવાનો થતો હતો જેને કારણે અઠવાડીયામાં 5 દિવસ પ્રવાસ પર હોઉં. મારા સતત પ્રવાસોને કારણે મારી ઘરમાં ગેરહાજરી હોઇ એ સમયે મેં એક માણસ રાખેલ જે આ કાર્ય માં મદદરૂપ થતો.. પણ લગભગ જાન્યુઆરીમાં એક વખત એકલો બેઠો હતો ને વિચાર આવ્યો કે અર્પિત" તારા બાપા ને તારી જરૂર છે અને તું થોડા લાખ રૂપીયા પાછળ દોડી રહ્યો છો ?? શુ તું તારો સમય કે તારું કામ એ રીતે ન સેટ કરી શક કે તું એમને મદદરૂપ થઈ શકે ?? બસ... આ વિચારે પછી મારી ઉંધ ઉડાવી દીધી.. અને નિર્ણય કર્યો કે આજથી 6 મહીનામાં હું ઘરે મારા બાપા માટે રહી શકું એ રીતે મારી દિનચર્યા ગોઠવીશ... મેં ઘરવાળી ને વાત કરી કે મેં આવો નિર્ણય કર્યો છે તમારો મત જણાવો તો એમણે પણ નિર્ણય ને સહજતાથી સ્વિકાર્યો... 

ટી પોસ્ટમાં મેં દર્શનભાઇ ને વાત કરી કે મેં આવો નિર્ણય કર્યો છે., પરંતુ હવે મારી માટે પ્રશ્ન એ હતો કે ટી પોસ્ટમાં 10 વર્ષ ની મહેનત પછી એક બ્રાન્ડ બનાવ્યા પછી એકદમ મારા આ નિર્ણય પછી હું શું કરીશ ?. એ પ્રશ્ર્નનો જવાબ મારી પાસે ન હતો... મેં વિચાર્યું જે થશે જોયું જશે, નિર્ણય કર્યો છે તો હવે અડગ રહીશ.. નક્કી કરેલ સમય પર ચા વેચવા ને #અલ્પવિરામ મુકી પપ્પાને અને મને ગમતા શહેર, 'બરોડા' તરફ ની સફર પર ઘર પરીવાર - બીસ્તરા પોટલા લઈને નીકળી પડ્યો અને નંદીશ મારો સાથીદાર બન્યો.. 

મે નંદીશ ને કહ્યુ બરોડામાં શું કરીશ ? કોઇ મરચા ખાંડવા નહીં રાખે.. નંદીશ મને કહે થઈ જશે દાદા કાઇ ને કાઇ.... બસ આવી હિંમ્મત વચ્ચે ફેસબુકના મિત્રો ને તથા લાગતા વળગતા લોકો ને જણાવતા આનંદ થાય કે હાલ હું બરોડા સીફટ થઈ ગયો છું.. પપ્પા સવાર સાંજ ની જરૂરીયાત પુરી કરવા નો આનંદ છે, આર્થિક જરૂરીયાત પૂરી કરવા આગળ ઈશ્ર્વર જે કામ કરાવશે એ કરીશુ..  ( ક્રમશ: )

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ