રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA)ને એક પત્ર મળ્યો છે. જેમાં મોટા કાવતરાનો ખુલાસો થયો છે. આતંકી સંગઠન ઓલ ઇન્ડિયા લશ્કર એ તૈયબા દ્વારા NIAના હેડક્વાટરને ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં આતંકીઓએ તેમનું હિટ લિસ્ટ મોકલ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું નામ સામેલ છે. આ પત્ર પછી NIA દ્વારા બીજી ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરવામાં આવી છે. અને આ હિટ લિસ્ટમાં સામેલ લોકોની પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
સાથે જ ઓલ ઇન્ડિય લશ્કર એ તૈયબાના આ હિટ લિસ્ટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતનું પણ નામ સામેલ છે.