પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજી વાર કૉન્સ્યુલર ઍક્સેસ આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલ એ કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વાર રાજદ્વારી સહાય નહીં મળે. નોંધનીય છે કે, આ મહિનાની 2 તારીખે જાધવ સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાની અજાણ્યા સ્થળે મુલાકાત કરી હતી.
કુલભૂષણ જાધવ આતંકવાદ, જાસૂસી અને ગડબડ ફેલાવવાના આરોપમાં 2016થી પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને 2017માં તેમને એક આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. ભારત કહેતું રહ્યું છે કે તેમને ઈરાનથી કિડનેપ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં તેમની હાજરી ક્યારેય પુરાવાઓ સાથે નથી રજૂ કરવામાં આવી. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ બાદ થોડા દિવસો પહેલા જ ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા અને જાધવની વચ્ચે મુલાકાત થઈ હતી.