કરતારપુર કૉરિડોર અંગે પાકિસ્તાને શુક્રવારે ફરીથી યુટર્ન લીધો છે. હવે પાકિસ્તાને દરેક શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર એટલે કે 1425 રૂપિયા લેવાની વાત કરી છે. કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન પહેલા પાકિસ્તાન સરકાર જે રીતે પોતાનું વલણ બદલી રહ્યું છે તેના પરથી તેની મંશા જગજાહેર થઈ ગઈ છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દર્શનાર્થે આવતા પ્રથમ જૂથ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી.