જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે લાઇન ઓફ કન્ટ્રોલ (LOC) પાસે પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બોર્ડર પર થયેલા ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ જમ્મૂ-કાશ્મીર પોલીસે રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરમાં LOCમાંથી ઘુસણખોરી કરી રહેલા એક યુવકની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં તેની પૂછપરછ ચાલુ છે. જાણકારી પ્રમાણે તે POKના એક ગામનો રહેવાસી છે.