મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવવું ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોંઘુ પડ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોષીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને રક્ષા મંત્રાલયની સંસદીય સમિતિમાંથી બરતરફ કર્યા છે. આ સાથે જ સંસદના સત્ર દરમિયાન યોજાનારી ભાજપ સંસદીય દળની બેઠકમાં સાધ્વી પ્રજ્ઞાને ઉપસ્થિત નહીં રહેવા જણાવાયું છે.
ભાજપની શિસ્ત સમિતિ પણ કાર્યવાહી કરી શકે છે
સૂત્રોને મળતી જાણકારી મુજબ સાધ્વી પ્રજ્ઞા વિરુધ્ધ પાર્ટીની શિસ્ત સમિતિ પણ કાર્યવાહી કરી શકે છે. પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીમાંથી પણ બરતરફ કરવામાં આવી શકે છે. ભાજપના કાર્યવાહક અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું છે કે સંસદમાં ગઇકાલનું નિવેદન નિંદનીય છે. ભાજપ ક્યારેય આ પ્રકારના નિવેદન અથવા વિચારધારને સમર્થન કરતું નથી.