ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 86 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી. આજે ત્રણેય શહીદની 86મી પુણ્યતિથિ છે.