મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટના ૨૦ દિવસ બાદ પહેલીવાર નિવેદન આપતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રોટેશનલ ચીફ મિનિસ્ટરની શિવસેનાની માગણીએ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં ભંગાણ કરાવ્યું છે. ચૂંટણી પહેલાં હું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છીએ કે, જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી રહેશે. તે સમયે કોઇએ તેની સામે વાંધો ઉઠાવ્યો નહોતો. હવે તેઓ નવી માગણીઓ લઇને આવી રહ્યા છે જે અમને સ્વીકાર્ય નથી. અમિત શાહે જણાવ્યું હતું કે અમે શિવસેનાને કોઇ દગો કર્યો નથી.