ગુરુવારે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી અને એના બાદ બેઉ નેતાઓ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત ૪૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૩,૨૩૦ કરોડ રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ આપશે. આમાંથી આશરે ૭૧૬ કરોડ રૂપિયા સોલર પ્રોજેક્ટ પર ખર્ચ કરવા માટે આપવામાં આવશે.