નાગરિકતા સંશોધન કાયદાને લઈ રવિવાર સાંજે રાજધાની દિલ્હીના જામિયા વિસ્તારમાં શરૂ થયેલું વિરોધ પ્રદર્શન પહેલા ઉગ્ર થયું, પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણમાં સ્ટુડન્ટ્સ અને પોલીસકર્મી ઘાયલ થઈ ગયા. પ્રદર્શનકર્તાઓએ બસો અને વાહનોમાં આગ લગાવી દીધી. જામિયામાં આ હિંસાની વિરુદ્ધ જામિયાના સ્ટુડન્ટ્સ ઉપરાંત JNU અને બીજા સંગઠનોના લોકોએ પોલીસ હેડક્વાટર્સ પર આંદોલન શરૂ કરી દીધું. મોડી રાત્રે પોલીસે 50 સ્ટુડન્ટ્સને મુક્ત કર્યા બાદ સોમવાર વહેલી સવારે 4 વાગ્યે આ આંદોલન ખતમ થયું. જામિયા વિસ્તારમાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. સરકારે વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. જામિયા કેમ્પસમાં 5 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.