દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆર વિસ્તારમાં શુક્રવારે પ્રદૂષણનું પ્રમાણ ભયજનક સ્તરે પહોંચી જતાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત પેનલે દિલ્હી અને એનસીઆરમાં આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિુક્ત એન્વાયરમેન્ટ પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓથોરિટીએ પાંચમી નવેમ્બર સુધી કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યો હતો અને સમગ્ર શિયાળાની સિઝન દરમિયાન ફટાકડા ફોડવા પર રોક લગાવી દીધી હતી. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં ઇપીસીએના ચેરમેન ભુરેલાલે જણાવ્યું હતું કે, ગુરુવાર રાત્રે દિલ્હી અને એનસીઆરની હવાની ગુણવત્તા ભયજનક સ્તરે પહોંચી છે.