એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવે જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન ( JEE – મેઈન)ની પરીક્ષા જાન્યુઆરી ૨૦૨૧થી ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. કેન્દ્રનાં માનવ સંસાધન મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને હવેથી ૧૧ ભાષામાં પરીક્ષા યોજવાની તૈયારી કરવા આદેશ આપ્યો છે. હવે જે પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવશે તેમાં આસામીઝ, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી, ઉડિયા, તામિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે. હાલ ફક્ત અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં જ આ પરીક્ષા લેવાય છે.