સરકારે મંગળવારે કબૂલ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મંજૂર કરાયેલી લોનમાંથી લગભગ 18 હજાર કરોડની લોન NPAમાં ફેરવાઈ ગઈ છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે એપ્રિલ 2015માં આ યોજના શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 6.04 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. તેમાંથી 17251.52 કરોડ એટલે કે લગભગ 3 ટકા જેટલી રકમ NPAમાં ફેરવાઈ છે.