શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે સાંજે 6.42 વાગ્યે મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં આયોજિત ભવ્ય શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને શપથ અપાવ્યા હતા. આ સાથે 59 વર્ષીય ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી પહેલી વખથ કોઈ મુખ્યમંત્રી બન્યું છે.
જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાથી ગાજી ઉઠેલા શિવાજી- પાર્કના વિશાળ મેદાનમાં હજારોની સંખ્યાની મેદની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નતમસ્તક કરીને જનતાના આર્શીવાદ લીધા હતા.