૨૪ ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક મહિના પછી મંગળવારે નાટકીય ઘટનાક્રમ બાદ આખરે શિવસેના-એનસીપી-કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારની રચના પર અંતિમ મહોર વાગી હતી. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ત્રણે પાર્ટીના નેતાઓએ મંગળવારે રાત્રે રાજભવન પહોંચી રાજ્યપાલ કોશયારી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત નારાજ ગણાતા અજિત પવાર પણ મંગળવારે મોડી રાત્રે શરદ પવારને મળવા જતાં રાજકારણ પલટાઈ ગયું હતું.