મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન તરીકે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પદભાર સંભાળ્યો હતો. તેઓ શનિવારે બપોરે ૨ કલાકે વિધાનસભામાં તેમની બહુમતી પુરવાર કરશે. ફ્લોર ટેસ્ટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર યોજવામાં આવશે. મહાવિકાસ અઘાડી સરકારની ભલામણને આધારે મહારાષ્ટ્રના ગવર્નર દ્વારા એનસીપીના વરિષ્ઠ નેતા દિલીપ વાલ્સે પાટિલની પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરાઈ છે.