પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ઉપર સરકારનો સકંજો મજબૂત થઈ રહ્યો છે. તેઓને અને તેઓનાં પત્ની બુશરા બીબીને દેશ છોડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેઓ સાથે તેમની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના ૮૦ સભ્યોને નો-ફલાઇટ-લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.