શહેરમાં આજે નાગરિકતા બિલ વિરોધમાં બંધના એલાનના પગલે લાલદરવાજામાં લકી રેસ્ટોરન્ટ સામે આશરે 3:45 વાગે AMTSની બસ પર અજાણ્યા ટોળાએ પથ્થરમારો કરતા સારંગપુર પોલીસ અને શાહપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અહીં બંદોબસ્ત ગોઠવ્યો હતો. પથ્થરમારાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બીજી તરફ પોલીસ આવી પહોંચતા ટોળુ વેરવિખેર થઈ ગયુ હતુ. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.