ઉન્નાવ રેપ કેસમાં ભાજપમાંથી હકાલપટ્ટી થયેલ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સગીરા રેપ મામલે દોષિત ઠેરવાયા છે. કુલદીપ સેંગરની સામે દિલ્હીની તીસ હજારી કોર્ટે તેનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટ આજે સેંગરની સજા પર ચર્ચા શરૂ કરશે. ૨૦૧૭ ના અપહરણ અને દુષ્કર્મ કેસમા ધારાસભ્ય સેંગરને દોષિત ઠેરવતા કોર્ટે ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ અંગે સીબીઆઈને ફટકાર લગાવી હતી. કોર્ટે મહિલા આરોપી શશિસિંહને દોષમુક્ત જાહેર કરી દીધા છે.