જ્યારથી અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે ત્યારથી એક પછી એક અનેક વિમાનોમાં ગરબડના અહેવાલ સામે આવવા લાગ્યા છે. ત્યારે વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455 ને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈમાં ડાઈવર્ટ કરવી પડી છે.
વિમાનમાં 5 સાંસદ સવાર હતા
આ વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું, જ્યાં વિમાનની જરૂરી તપાસ શરૂ કરાઈ છે. આ ફ્લાઇટમાં પાંચ સાંસદો - કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ - દિલ્હી જઈ રહ્યા હતા.