Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમદાવાદમાં સાબરના કિનારે આશ્રમ રોડ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલ શ્રી ચી. મં. ગ્રંથાલયના 39મા સ્થાપના દિવસ નિમિત્તે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રંથાલય અને પરિષદ મંત્રી પરીક્ષિત જોશીએ આ અંગેની વિગત આપતાં જણાવ્યું કે ગ્રંથાલયના સ્થાપના દિન 17 માર્ચના રોજ એક નવી વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ કરવા જઇ રહ્યાં છીએ. તાજેતરમાં અમારા ગ્રંથાલયને 10 વિશિષ્ઠ ગ્રંથાલયો પૈકીના એક ગ્રંથાલયનું સન્માન મળ્યું છે. આ ઉપરાંત ગ્રંથાલયને ગ્રાન્ટ મળતાં પુસ્તકોનું ડીજીટીલાઇઝેશન, કમ્પ્યુટરાઇઝેશન અને મોડર્નાઇઝેશન કરવાનો પ્રકલ્પ હાથ ધરાયો છે. ગ્રંથાલયમાં મહિલાઓ માટે અલગ વિભાગ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે એક અલાયદા વાંચનાલયની વ્યવસ્થા થઇ રહી છે. તેની સાથે દર મહિને વિદ્યાર્થીઓને ઉપયોગી નિવડે એવી ફિલ્મ બતાવવાનો કાયમી કાર્યક્રમ હાથ ધરાશે. આ ઉપરાંત તેમના માટે વાંચન પઠન, વાર્તા ગોષ્ઠિ, ચિત્ર સ્પર્ધા, નાટ્ય પ્રયોગ, પુસ્તક મેળા વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્યની તમામ શાળાઓને સામેલ કરવાની વિચારણા છે. ગ્રંથાલયના ઉપક્રમે વિવિધ વિષયના નૂતન-ચર્ચિત-વિશિષ્ઠ પુસ્તકો વિશે દર મહિને એક પુસ્તક ચર્ચા-વાર્તાલાપ-વ્યાખ્યાનશ્રેણીના આયોજનનો પણ વિચાર છે. આ ગ્રંથાલયમાં વિવિધ વિષયના અંદાજે 80 હજાર પુસ્તકોનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ