દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હિંસક દેખાવકારોએ 3 બસોને સળગાવી દીધી, કેટલાક વાહનોમાં તોડફોડ કરી. ત્યારે આ મામલે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ભાજપે આ હિંસા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ, દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર હારના ડરથી દિલ્હીમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.