ઈઝરાયેલનાં સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો તેમજ કાર્યકરોની જાસૂસીનો વિવાદ વકરી રહ્યો છે. ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસની મદદથી વોટ્સએપના માધ્યમથી ફોન હેક કરીને જાસૂસી કરવાના મામલામાં હવે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ રવિવારે એક પત્રકાર પરિષદમાં આરોપ મૂક્યો હતો કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીનો ફોન પણ ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરી વોટ્સએપના માધ્યમથી હેક કરાયો હતો.