વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા.