રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટક્કર થઇ હતી. આ દરમિયાન ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.