ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાયું અને નવી યાદી જાહેર કરાઇ, જેને લઇને સંસદની અંદર અને બહાર તો વિવાદ ચાલી જ રહ્યો છે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો આ મતદાર વેરિફિકેશન પ્રક્રિયામાં કોઇ ગડબડ કે ગેરરિતી સાબિત થાય તો વેરિફિકેશનના જે પરિણામ જાહેર કરાયા છે તેને રદ કરી શકાય. પરંતુ આ સાથે જ સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે દેશના નાગરિકો, બિન-નાગરિકોને મતદાર યાદીમાં સામેલ કરવા કે બહાર રાખવા તે ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે.