ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતના ધન કૂબેરોની યાદી તૈયાર કરતી બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઈન્ડિયાની વર્ષ 2025ની યાદીમાં 100 નવા પરિવારોનો સમાવેશ થયો છે, જેને પગલે કુલ 300 પરિવારોની વેલ્યુ 134 લાખ કરોડ રૂપિયા અને સરેરાશ દૈનિક કુલ વેપાર 7100 કરોડ થઈ ગયો હતો, જે તુર્કીયે અને ફિનલેન્ડની સંયુક્ત જીડીપીથી પણ વધુ છે. દેશના ટોચના 10 પરિવારોની કુલ વેલ્યુ 40.4 લાખ કરોડ છે, જે ગયા વર્ષ કરતાં 4.6 લાખ કરોડનો વધારો દર્શાવે છે.