ભારતે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટે બિડને મંજૂરી આપી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ ઓફિશિયલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશની આશાઓ વધી છે. સીડબ્લ્યૂજી 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને મેજબાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આઈઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. આ બિડના દસ્તાવેજ જમા કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.