વિધાનસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું છે. RJD નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'હવે ગુજરાતના લોકો બિહારના વોટર બની રહ્યા છે.' ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાનિયા જેવા ઘણા લોકોએ ગુજરાતમાંથી પોતાનું નામ હટાવીને પટણાના વોટર બની ગયા છે.