અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને નહીં રોકે તો તેને "ખૂબ જ ગંભીર" પરિણામોનો સામનો કરવો પડશે. બુધવારે કેનેડી સેન્ટર ખાતે એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, 'જો રશિયા યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.'