Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

થોડા સમય પહેલા શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ હતી. તેના પગલે કોર્ટના કડક વલણથી ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા નિયમના અમલીકરણ માટે સરકારે ફરજિયાત ડ્રાઇવ કરવાનો આદેશ કર્યો છે.

મ્યુનિસીપલ સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા માટે નવા 32 નિયમો જાહેર કરવામાં આવ્યાં છે જો કોઇપણ ચાલક આ નિયમોને નહીં પાળે તો તેનું લાઇસન્સ પણ રદ થઇ શકે છે. સ્કૂલ વાનમાં બાળકોની સ્કૂલ બેગ કોઇપણ સંજોગોમાં બહાર લટકવી ન જોઇએ.

જો 3.5 કિલોમીટર સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા અને 1.5 કિલોમીટરમાં એક પણ પ્રાથમિક શાળા ન હોય ત્યાંના બાળકો માટે સરકારી સ્કૂલે જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશન મફત છે. બાળકોને આ સુવિધા શાળા શરૂ થવાનાં પહેલા દિવસથી જ મળે તે માટે પ્રવેશોત્સવમાં જ આ બાબતની તકેદારી રાખવામાં આવે છે. આ વાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

આ ઉપરાંત પણ ઘણાં મહત્વનાં નિયમો બનાવવામાં આવ્યાં છે જેવા કે સ્કૂલ વાનની સ્પીડ 20 કિમી પ્રતિ કલાક કરતાં વધારે ન હોવી જોઈએ. વાહનના ડ્રાઈવરનું ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ દર મહિને ચેક થશે, વાહનમાં અગ્નિશામક સાધનો રાખવા, મ્યુઝિક સિસ્ટમ રાખવી નહી. સીટ સાદી રાખવી, તો ડ્રાઈવરની સીટ પર બાળકને બેસાડી શકાશે નહીં. વાહનનો ફૂલ વીમો હોવો જોઈએ, આ સહિત પોલીસ વેરિફિકેશન હોવું જરુરી છે. આ સિવાયના નિયમો પણ છે, જેને તોડનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ