લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક (National Sports Bill) અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક (Anti-doping Amendment Bill) પસાર કરાયા છે. નેશનલ સ્પોર્ટ્સ બિલના દાયરામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)નો પણ સમાવેશ કરાયો છે. યુવા કાર્ય અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)એ 11 ઑગસ્ટે આ બંને બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. આ બંને બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ભવિષ્યમાં રમતોની મહાશક્તિ બનાવવાનો છે.