મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે, 'આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. જેમાં મહિલાઓ માટે છૂટછાટો આપવાથી તેમને સ્વતંત્રતા અને સમાનતાના આધારે જીવન જીવવાના અધિકારને ઓળખ આપવા તરફ આગળ વધવું જોઈએ. ખાનગી અને જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટેના કાયદાની કોઈ કમી નથી. માત્ર કડક કાયદાથી ન્યાયપૂર્ણ વ્યવસ્થા બનાવી શકાતી નથી. સમાજના પિતૃસત્તાક વલણને બદલવા માટે માનસિકતા બદલવાની જરૂર છે. આપણે સંસ્થાકીય અને વ્યક્તિગત ક્ષમતાને પ્રોત્સાહન આપવું જોઈએ.'