Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની પરંપરા તૂટતા રથયાત્રા અંગે જગન્નાથજી મંદીરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સરકાર પર આરોપ મુકતા જણાવ્યું કે રથયાત્રા મુદ્દે અમારો સરકાર સાથેના સંકલનમાં અમારો ભરોસો તૂટ્યો છે. મહંત દિલીપદાસજીએ એક મોટો આરોપ મૂકતા જણાવ્યું કે એક વ્યક્તિએ અમને રથયાત્રા નીકળવાનું વચન આપી અમારો ભરોસો તોડ્યો છે. પરંતુ દિલીપદાસજી બાપુએ કોણે ભરોસો તોડ્યો તે વ્યક્તિનું નામ લીધું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે, સવાર સુધી રથયાત્રા નિકાળવાનો અમને પુરેપુરો ભરોસો હતો છતાં છેલ્લે વખતે અમને ખબર પડી કે અમે છેતરાયા છીએ.

આજે ભગવાન જગન્નાથને તેમની ગાદી પર બિરાજમાન કર્યા બાદ રથયાત્રા અંગે મહંત દિલીપદાસજી બાપુ પોતાની મનની વાત કરતા રીતસરના રડી પડ્યા હતા. દિલીપદાસજી બાપુએ જણાવ્યું કે, રથયાત્રા કાઢવા મુદ્દે અમારી સાથે રમત રમાઈ ગઈ છે. અમને જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ હતો કે રથયાત્રા નીકળશે. પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મુક્યો તે સૌ ભક્તો અને અમને ભારે પડ્યો છે. તંત્રમાં સંકલનના અભાવે રથયાત્રા અટકી હોવાનો આક્ષેપ પણ મહંત કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ