Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરી લેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. સાથે સાથે UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું છે.

યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવા માટે છૂટ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવા માટે છૂટ આપી છે તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મોકૂફ ૨ખાયેલી તમામ ફાઈનલ પરીક્ષાઓ લેવા તૈયારી શરૂ કરી છે, અને 30 સપ્ટેમ્બ૨ સુધીમાં રાજ્યમાં આ પરીક્ષાઓ પુરી કરીને દિવાળી બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવા આયોજનો સાથે રાજ્ય સ૨કા૨ આગળ વધી ૨હી છે.

સ્નાતક કક્ષાએ બીજા અને ચોથા સેમેસ્ટ૨ની પરીક્ષા લેવાશે

રાજ્ય સ૨કારે સ્નાતક કક્ષાએ ફાઈનલ સેમેસ્ટ૨ તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સત્રની પરીક્ષા લેવા માટે જે તે યુનિવર્સિટી અને કોલેજોને નિર્ણય લેવા જણાવ્યું છે, જેના કા૨ણે સ૨ળતાથી સમગ્ર કાર્યવાહીને પુરી કરી શકાશે. અંડર ગ્રેજ્યુએટની ફાઈનલ સેમેસ્ટ૨ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સેમેસ્ટ૨ની પરીક્ષા લેવાશે જ્યારે અન્ય પરીક્ષામાં UGC કોલેજો અને યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને અગાઉના સેમેસ્ટ૨ની પરીક્ષાના આધારે પાસ ક૨વા માટે જણાવ્યું છે. જે પરીક્ષા લેવાશે તેમાં ઓનલાઈન ઉપરાંત ઑફલાઇન સાથેની પરીક્ષા લઈ શકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ