Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાની મહામારીનું સંકટ જ્યારથી ગુજરાતમાં આવ્યું ત્યારથી લાઈમ લાઈટમાં આવેલાં ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિથી ગુજરાત સરકાર નારાજ ચાલી રહી છે. આ ઉપરાંત તેમનાં વહીવટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી હોય તેવી રીતે કાર્યવાહી કરાઈ છે. જયંતિ રવિના પતિ ગોપાલનની સોફ્ટવેર કંપની સામે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે.

રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ એક પરિપત્ર બહાર પાડી જણાવ્યું  છે કે આર્ગ્યુસોફ્ટ ઈન્ડિયા લિ. કંપનીને કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપતાં પહેલાં રાજ્ય સરકારની પૂર્વ મંજુરી લેવી પડશે. આર્ગ્યુસોફ્ટ ઈન્ડિયા લિ. કંપની રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિના પતી ગોપાલન રવિની છે. કમિશનર શિવહરેએ ત્રણ પાનામાં પરિપત્ર કરી સરકારને મોકલી આપ્યો છે. 

સચિવાલયના સુત્રોથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે આરોગ્ય સચિવ જંયતિ રવિની સત્તા પર અંકુશ મુકીને તેમનાથી જુનિયર અધિકારી પાસે તેમના પતિની કંપની વિરૂદ્ધ પરિપત્ર બહાર પડાવ્યો. જયંતિ રવિના પતિ ગોપાલનની કંપની આર્ગ્યુસોફટ પાસેથી આરોગ્ય વિભાગે લગભગ અઢી વર્ષ પહેલા ટેકો સોફટવેર નામના સોફટવેરની ખરીદી કરી હતી. જેમાં આશા વર્કર બહેનોને ગામડાઓમાં જઈને ડેટા તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. તે માટે આ બહેનોને મોબાઈલ ફોન અપાયા હતા. જેમા જયંતિ રવિના પતિની કંપનીનું સોફટવેર હતું. જો કે તેનુ કોઈ ટેન્ડર બહાર પડ્યું હતું કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ