Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકડાઉનને હજુ 17 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાની સાથે જ કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાની રીતે તેમના વતન જવાની મંજૂરી આપી છે. 39 દિવસથી વતનથી દૂર રહેલા પરપ્રાંતિયોને તેમના વતન જવા મંજૂરી તો આપી દેવાઇ પણ દેશના જુદા-જુદા રાજ્યો વચ્ચે સંકલનના અભાવે ભારે અરાજકતાની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે હાઇ વે પર ઠેર-ઠેર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ભોજન પાણી વગર કલાકો સુધી રખડતા રહ્યા ઉત્તર ગુજરાતમાં અમીરગઢ, દક્ષિણ ગુજરાતમાં ભીલાડની ચેકપોસ્ટ પરથી રાજસ્થાન-મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર પરત ફરવા માટે પરપ્રાંતિયોએ શુક્રવારે રાતથી જ સામૂહિક હિજરત શરૂ કરી હતી. આ ઉપરાંત પરપ્રાંતિયોને વતન પહોંચવા માટે ભોજન-પાણી વિના પણ કલાકોના કલાકો કાઢવા પડયા હતા. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના પણ લીરેલીરા ઉડયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ