Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરનાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના 78 વર્ષીય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો દેહ ગુરુવાર, અષાઢ વદ એકાદશીએ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર કમ્પાઉન્ડ, ઘોડાસર ખાતે સવારે 8.34 વાગ્યે તેઓના અંતિમસંસ્કાર થયા હતા. અંતિમ સંસ્કારના દર્શન સોશિયલ મીડિયાના માધ્યમે સત્સંગી-હરિભક્તો-ગુરુભક્તોએ કર્યા હતા. સંતો, ગણતરીનાં હરિભક્તોએ PPE Kit પહેરીને અંતિમવિધિ કરી હતી.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી તરીકે 67 વર્ષીય સદ્‌ગુરુ જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીએ અંતિમવિધિ પૂર્વે સૌને આવી પડેલી કપરી સ્થિતિમાં સંપપૂર્વક રહેવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ ‘ઓમ્ શ્રીસ્વામિનારાયણ બાપા સ્વામીબાપા ભગવતે નમ:’ની ધૂન બોલાવવામાં આવી હતી.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું દેહાવસાન અમદાવાદમાં સારવાર દરમિયાન 16મી જુલાઈએ થયું. તેઓનાં દેહાવસાનનાં સમાચાર બાદ સમગ્ર સંપ્રદાય, હરિભક્તો-સત્સંગીઓ-ગુરુભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સજળ નેત્રે અંતિમ વિદાય આપી હતી. વર્તમાન કોરોના મહામારીને પગલે તેઓનાં દેહાવસાનનાં સમાચાર બાદ હરિભક્તો પણ અંતિમ દર્શન માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સદ્‌ગુરુ સંતો સાધુ જીતેન્દ્રપ્રિયદાસજી, સાધુ ભગવત્પ્રિયદાસજી, સાધુ સ્વસિદ્ધચરણદાસજી, સાધુ મુનિભૂષણદાસજી વતી જણાવવામાં આવ્યું હતું કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર, ગુરુદવે મુક્તજીવન સ્વામીબાપાના અનુગામી તેમજ સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય, સનાતન ધર્મસંરક્ષક, વિશ્વવાત્સલ્યમહોદધિ, વર્લ્ડ પીસ એમ્બેસેડર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે 16મી જુલાઈએ આ લોકમાંથી સ્વતંત્રપણે મનુષ્ય લીલા સંકેલી દીધી છે. આજથી 11 દિવસ સુધી દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં. અત્યારના દેશકાળ પ્રમાણે ગૃહમંદિરે પ્રાર્થના કરવી, કથા-કીર્તનધ્યાન, ધૂન કરવી અને પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ છેલ્લા 18 દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. 7મી જુલાઈ, 2020ના રોજ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને ફેફસાંની તકલીફ વધવાને કારણે તે વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવ્યા હતા અને 9મી જુલાઈએ સ્થિતિ ગંભીર બનતા તેઓને પ્લાઝમા થેરાપીનો બીજો ડોઝ પણ અપાયો હતો. જોકે, 16મી જુલાઈએ તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત થતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં સદ્‌ગુરુ સંતો સાધુ ભગવત્‌પ્રિયદાસજી, સાધુ સ્વસિદ્ધચરણદાસજી અને સાધુ મુનિભૂષણદાસજીના સહી સાથેનાં 12મી જુલાઈ, 2020ના પત્રમાં જણાવાયું હતું કે ‘સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીના અનુગામીની નિમણૂક મણિનગર સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મમહોલમાં મુક્તજીવન સ્વામીબાપાના સદ્‌ગુરુ સંતો, વરિષ્ઠ સંતોની વિશેષ બેઠક 9મી જુલાઈ, 2020ના રોજ રાખવામાં આવી હતી. જેમાં સંતોએ સદ્‌ગુરુ શાસ્ત્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની સ્વામિનારાયણ ગાદીના અનુગામી આધ્યાત્મિક વારસદાર અને આચાર્ય પુરુષોત્તમપ્રિય સ્વામી મહારાજના અનુગામી વારસદાર તરીકે નિમણૂક કરી છે.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ